

આજે ઠેર ઠેર હનુમાન જયંતીનું ઉજવણી જોરશોરથી કરવામાં આવી રહી છે તો ભક્તો પણ મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન માટે મંદિરોમાં પહોચી રહ્યા છે ત્યારે મોરબીની મોરબી સુધારા શેરી, સરદાર રોડ પર આવેલ 700 વષૅ જુનું મંદિર નારીચણા હનુમાન મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તો મંદિરની યાદીમાં જણાવ્યું હતું કે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમુતીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને આઇ. કે. જાડેજા પણ જયારે ચુટણીમા જીત મેળવીને પ્રથમ નારીચણા હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા પધારતા હતા તો આ હવનમાં પધારવા માટે મંદિર દ્વારા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

