હળવદ : સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવી ભારે પડી

એફ્બીમાં સરકાર વિરોધી પોસ્ટ બાદ તુરંત કાર્યવાહી

ડીપીઈઓએ શિક્ષકને ફરજ મોકૂફ કર્યા

       હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આજના સોશ્યલ મીડિયાના યુગમાં સૌ કોઈ પોતાના અભિપ્રાય રજુ કરતા હોય છે જોકે સરકારી શિક્ષકો સરકાર વિરુદ્ધ કાઈ લખી સકતા નથી અને લખે તો કાર્યવાહી થતી હોય છે આવો જ કિસ્સો મોરબી જીલ્લામાં બન્યો છે જ્યા એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી ભારે પડી ગઈ છે આ પોસ્ટની ગંભીર નોંધ લઈને શિક્ષક સામે ફરજ મોકુફીના પગલા લેવાયા છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના નવા ઢવાણા ગામની શાળાના શિક્ષકે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધમાં પોસ્ટ કરી હતી કિસ જાહિલ કો પીએમ બનાયા, ગરીબો કો કોરોના મેં મરને કે લિયે છોડ દિયા અને ચોરો કે હાથ સરકાર હે તેવી પોસ્ટ મૂકી હતી જેને પગલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તુરંત કાર્યવાહી કરી છે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક જીજ્ઞેશ વાઢેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને સરકાર વિરોધી પોસ્ટ કરવી સરકારી શિક્ષકને ભારે પડી ગઈ છે  

Comments
Loading...
WhatsApp chat