હળવદના રાયધ્રા ગામે લગ્નપ્રસંગમાં ફાયરીંગ કરનાર ચાર ઈસમો ઝડપાયા

 

હળવદ તાલુકાના રાયધ્રા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરનાર ચાર ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદ બાદ તુરંત પોલીસે એક્શન મોડમાં આવીને આરોપીઓને ઝડપી લીધા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામના લગ્નપ્રસંગમાં ફાયરીંગ થયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને સમાચાર માધ્યમોમાં અહેવાલો બાદ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને બનાવ મામલે હળવદ પોલીસ મથકના કિશોરભાઈ સોલગામએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૮-૧૧ ના રોજ સાંજના સુમારે રાયધ્રા ગામે જાહેરમાં લગ્ન પ્રસંગમાં આરોપીઓ ખેંગાર ગાંડુભાઈ કોળી, દેહર ખેંગારભાઈ કોળી, કેહર ખેંગારભાઈ કોળી અને દિલીપ ઉર્ફે દીલાભાઈ માલાભાઈ કોળી રહે બધા રાયધ્રા તા. હળવદ વાળાએ જાહેરમાં હવામાં ફાયરીંગ કરી બેદરકારીભર્યું કૃત્ય કરી માણસોની સલામતી જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી હતી

 

જે બનાવ મામલે હળવદ પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી હતી અને હળવદ પીએસઆઈ એ એ જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવતા આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat