

મોરબી શહેર અને તાલુકામાં બે સ્થળે આગના બનાવો બન્યા હતા શહેરના લોહાણા પરા અને ઘૂટું ગામે પ્લોટ વિસ્તારમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો
મોરબીના લોહાણા પરા શેરી નં ૨ માં કચરામાં આગ લાગી હતી જેથી ફાયર ટીમ દોડી ગઈ હતી તેમજ ઘૂટું પ્લોટ વિસ્તારમાં પણ કચરામાં આગ લાગી હતી મોરબી ફાયર ટીમે બંને સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ગરમીને કારણે આગ લાગી હોય તેવું ફાયર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે




