


રાજપર ગામની સીમમાં આવેલ ઉન્નતી પ્લાસ્ટો નામની ફેકટરીમાં વહેલી સવારે આગ લાગતા મોરબી અને રાજકોટની ત્રણ ફાયર ટીમ દોડી ગઈ હતી અને અંદાજે ૮ કલાકથી વધુ સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે ફેકટરીમાં વ્યાપક નુકશાન થયું છે
મોરબીના રાજપર-ખાનપર રોડ પર આવેલ ઉન્નતિ પ્લાસ્ટો ફેકટરીમાં વહેલી સવારે છ વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને મોરબી ફાયર ટીમને કોલ મળતા મોરબી ફાયર ટીમનું એક બ્રાઉઝર, એક મીની ફાયર સ્થળ પર દોડી ગયું હતું અને આગ વિકરાળ હોવાથી રાજકોટ ફાયરની એક ટીમની મદદ લેવામાં આવી હતી મોરબી અને રાજકોટ ફાયરની ત્રણ ટીમોએ આઠ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
વિકરાળ આગને કારણે ફેક્ટરીનો શેડ બળીને ખાખ થયો હતો ફેક્ટરીમાં વ્યાપક નુકશાની થવા પામી છે ફેક્ટરી માલિકે કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ વ્યક્ત કર્યો હતો જોકે નુકશાનીનો સાચો આંક તપાસ બાદ બહાર આવશે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી કલાકોની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો અને આગ વધુ ફેલતા અટકાવી હતી







