

શહેરની શિવપાર્ક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધા શારીરિક અને માનસિક બીમારીથી પીડિત હતા અને બીમારીથી કંટાળી જઈને પોતાની જાતે સળગી જતા સારવારમાં મોત થયું છે
મોરબીની અવની ચોકડી પાસે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધા ગત તા. ૨૨ ના રોજ પોતાની જાતે સળગી જતા શરીરે દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં વૃદ્ધાનું મોત થયું છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ગોદાવરીબેન છેલ્લા બે ત્રણ વર્ષથી બીપીની બીમારી તેમજ માનસિક બીમાર હતા અને નાની મોટી બીમારીને કારણે શરીરમાં ધ્રુજારી આવતી હતી જેથી કંટાળી જઈને વૃદ્ધાએ જાત જલાવી લીધાનું ખુલ્યું છે સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

