

રવાપર ઘુનડા રોડ પર રહેતા ૫૪ વર્ષીય પૌઢ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને ગત તા. ૨૫ ના રોજ તબિયત બગડ્યા બાદ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં મોત થયું હતું
મોરબીના રવાપર ઘુનડા રોડ પર પ્રમુખ રેસીડેન્સીના રહેવાસી વિડજા વિનોદકુમાર મગનભાઈ (ઉ.વ.૫૪) વાળા ત્રણેક વર્ષથી મોઢાના કેન્સરની બીમારીથી ગ્રસ્ત હતા અને ગત તા. ૨૪ ના રોજ સાંજે તબિયત ખરાબ થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

