વાંકાનેરના ચંદ્રપુર નાલા નજીક હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

 

ચંદ્રપુર નાલા નજીક ૬૦ વર્ષીય વૃદ્ધને હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

 

વાંકાનેર પટેલ સમાજ વાડી સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ વાંકાનેર ચંદ્રપુર નાલા નજીક આવેલ લુહાર વાડી પાસે ગત તા. ૨૬ ના રોજ ગયા હતા ત્યારે હાર્ટ એટેક હુમલો આવતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.