ઇકો કાર ચાલકે રાહદારી દંપતીને હડફેટે લીધું, બંને ઈજાગ્રસ્ત

હળવદના મયુરનગર ગામે ટ્રેક્ટરમાંથી પડી જતા મહિલાનું મોત  

હળવદમાં બે અલગ-અલગ વાહન અકસ્માતમાં દંપતીને ઈજા થઇ હતી તો એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.બંને બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં હળવદના મયુરનગર ગામે આરોપી મુકેશ દેવદાનભાઈ ડાંગરએ પોતાનું ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવીને તેમાં પાછળ હળ પર બેઠેલ કરણ ધનાભાઈ ભાંભરના પત્ની રેખાબહેન નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.તો બીજા બનાવમાં હળવદમાં જાની ફળી વિસ્તારમાં રહેતા હર્ષદરાય દવેના જમાઈ અને દીકરી રાણેકપર રોડ પર ચાલીને જતા હોય દરમિયાન ઇકો કાર જીજે ૧૬ બીબી ૨૧૦૭ ના ચાલકે હડફેટે લઈને બંને માથાના ભાગે ઈજા કરી તથા પગમાં ફેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ હર્ષદરાય દવેએ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે તો હળવદ પોલીસે બંને બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat