

વાંકાનેર નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા ૮૦ વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે જોકે વૃદ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી ગયા છે સ્પષ્ટ બન્યું નથી
વાંકાનેરના જીનપરા શેરી નં ૧૧ ના રહેવાસી કરશનભાઈ સામતભાઈ કોળી (ઉ.વ.૮૦) નામના વૃદ્ધ આજે વાંકાનેર અમરસર વચ્ચે અજાણી ટ્રેનની ઠોકરે ચડી જતા તેનું મોત નીપજ્યું હતું અને બાદમાં સોમનાથ અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેનના ડ્રાઈવરને રેલ્વે પાટા પર ડેડબોડી દેખાતા તેને અમરસર સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી અને રેલ્વે પોલીસની ટીમે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ વૃદ્ધ અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડ્યા કે પછી ટ્રેન હેઠળ કુદી આપઘાત કર્યો છે તે વધુ તપાસ બાદ જ સ્પષ્ટ બનશે



