માથાના દુખાવાની બીમારીથી કંટાળી પરિણીતાએ જાત જલાવી, કરુણ મોત

મોરબીના વાઘપર પીલુડી ગામના રહેવાસી પરિણીતાએ પોતાના ઘરે જાત જલાવી આયખું ટૂંકાવી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી છે તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામના રહેવાસી રામુબેન મફાભાઈ માંગુલા ભરવાડ (ઊ.વ.૪૭) નામની મહિલાએ પોતાના ઘરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું છે મહિલાને માથાનો દુખાવો રહેતો હોય જેથી પરેશાની ભોગવતી હતી અને માથાના દુખાવાથી કંટાળી તેણે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસના સુત્રો જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat