



મોરબીમાં ચકચારી એવા પિતા પુત્ર સહીત ત્રણની હત્યાના કેસમાં પોલીસની ટીમે કરેલી દોડધામને પગલે આખરે તમામ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે અને ઝડપાયેલા આરોપીની તાલુકા પોલીસે વધુ પૂછપરછ ચલાવી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી લીલાપર બોરિયાપાટી વાડી વિસ્તારમાં ગત રાત્રીના થયેલ ત્રિપલ મર્ડરના આરોપીની પોલીસે શોધખોળ ચલાવી હતી જેમાં ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલની ટીમ તેમજ એલસીબી અને એસઓજી ટીમો વાડીઓમાં કોમ્બિંગ કરતી હોય જેમાં આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી એ તમામને સારવાર માંથી રજા આપતા અટકાયત કરવામાં આવી છે
તે ઉપરાંત આરોપી ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળા તમામની અટકાયત કરવામાં આવી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે



