મોરબીમાં નવરાત્રીના વેકેશન છતાં ખાનગી શાળા ખુલી રહેતા ભાજપે આવેદન પાઠવ્યું

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નિમિતે મીની વેકેશન જાહેર કર્યું છે જોકે ખાનગી શાળા સંચાલકોએ વેકેશન ના રાખીને પોતાની મનમાની ચલાવી હોય જેથી આજે શહેર ભાજપના યુવા મોરચા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે

મોરબી શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સરકારના આદેશ મુજબ નવરાત્રી વેકેશન દરમિયાન રાજ્યની શાળાઓમાં તા. 10 થી 17 સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ મોરબી શહેર અને જિલ્લાની શાળાઓ રાબેતા મુજબ ચાલુ છે અને સેલ્ફ ફાયનાન્સ શાળા સંગઠન દ્વારા માત્ર 4 દિવસનું જ વેકેશન પોતાની રીતે નક્કી કરીને મનમાની ચલાવતા હોય જેથી જે શાળાઓ ચાલુ છે અથવા તો સરકારના આદેશને પાણીચું આપીને હુકમનો અનાદર કરે છે ત્યારે આ બાબતે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે

શાળામાં કોર્સ બાકી હોય જેથી અભ્યાસ ચાલુ : એસો પ્રમુખ

આ મામલે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા સાથે વાતચીત કરતા જણાવે છે કે નવરાત્રી વેકેશન બાદ તુરંત પરીક્ષાઓ શરુ થતી હોય અને કોર્સ પૂર્ણ કરવા માટે ત્રણ ચાર દિવસ શાળા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ ચાર-પાંચ દિવસનું વેકેશન શાળા રાખવાની જ છે સરકારની વિરુદ્ધ નથી પરંતુ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat