મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારોની વરણી

પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી

મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા મળી હતી જેમાં સંઘના વર્તમાન પ્રમુખ કે.બી. ઉભડીયા અને કારોબારી સભ્યોની નિવૃતિને પગલે નવી કારોબારીની રચના કરવામાં આવી છે વર્તમાન પ્રમુખ કે.બી. ઉભડીયાએ સંઘની સ્થાપના કરી ત્યારથી ચાર વર્ષ સુધી પ્રમુખ તરીકેની સરાહનીય કામગીરી કરી તેમણે કરેલી કામગીરી માટે સમગ્ર સંઘના સભ્યોએ તેઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સન્માન સાથે વિદાય આપી હતી

નવી કારોબારીની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે યુવા, ઉત્સાહી અને નિષ્ઠાવાન ભગવાનજીભાઈ કુંભરવાડિયાની સર્વાનુમતે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે તે ઉપરાંત મંત્રી તરીકે યુવા અને ઉત્સાહી વિશાલભાઈ ગોધાણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જયારે ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ પીઠીયા અને તૈયમુંદિન શેરસીયાની નિયુક્તિ કરવામાં આવી છે જે વરણીને સંઘના તમામ સભ્યોએ ઉમળકાભેર વધાવી લઈને શુભેચ્છા પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat