

મોરબીની સંસ્થાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
હાલ દેશભરમાં મંદીનો માહોલ છે અને મોરબી જીલ્લાના ઘડિયાળ તેમજ સિરામિક ઉદ્યોગ પણ મંદીની ઝપેટમાં જોવા મળે છે ત્યારે આગામી બજેટમાં મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈ કરવાની માંગ કરી છે
સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ સ્વયંભુ વિકાસ પામ્યા છે અને સાહસિક ઉદ્યોગપતિઓની મહેનતને પગલે ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામ્યા છે ઉદ્યોગ મોટી સંખ્યામાં શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે પરંતુ આ ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યા છે અનેક ફેકટરીઓ બંધ રહે છે જેની અસર ફેકટરીના માલિકની આવક અને રોજગારી ઉપર થાય છે હાલ એક્સપોર્ટમાં પણ મંદીનો માહોલ છે
ત્યારે આ ઉદ્યોગોને સરકાર જ જીવતદાન આપી સકે છે ગુજરાતના બજેટમાં ઉદ્યોગોને પ્રોત્સાહક સહાયોની જોગવાઈઓ કરવામાં આવે અને પ્રોત્સાહક યોજનાઓ બનાવીને ઉદ્યોગને જીવનદાન આપી સકાય તેમ છે જેથી ઉધોગોને ટેક્ષમાં છૂટછાટ, વધારાની સહાયરૂપ સબસીડી અને અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને યોગ્ય ભલામણ કરીને પ્રોત્સાહન મળે તેવી માંગ કરી છે





