પવનચક્કી પાસેથી કોપર વાયરની ચોરી



માળિયા મિયાણા ના દેવગઢ બારીયા ગામે આવેલ પવન ચક્કી પાસેથી રૂપિયા ૪૦ હજાર ના કોપર વાયર ચોરી થયા ની ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે
બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણા ના દેવગઢ રહેતા કાનભાઈ જીવાભાઈ સવસેટા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૨૦ ના સવાર ૧૧:૩૦ થી બપોરના ૨:૩૦ વાગ્યાં સુધીમાં દેવગઢમાં પવન ચક્કી નો જ્યાં પ્રોજેકટ ચાલુ છે ત્યાંથી કોઈ અજાણ્યા ઇસમ ૧૫૨૦ મીટર કોપર વાયર કિંમત રૂપિયા ૪૦ હજાર નો મુદમાલ ચોરી ગયા ની ફરિયાદ નોંધાય છે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે

