મોરબીના ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન કરવાની માંગ

કોંગ્રેસના કાઉન્સિલરે કરી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત

 

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર કે.પી. ભાગિયાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સમગ્ર મોરબી શહેરમાં કુદરતી વરસાદી પાણીનો નિકાલ વર્ષોથી શહેરના જાહેરમાર્ગો દ્વારા વોકળામાં થઈને નિકાલ થાય છે. જાહેર ગાડામાર્ગ કે વોકળાઓ પર બિનઅધિકૃત બાંધકામ અને દબાણ થતા કુદરતી પાણીનો નિકાલ અટકી ગયો છે. જેના પરિણામે ફક્ત ત્રણ ઇંચ વરસાદ થાય તો અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય છે જે ઘરોમાં ઘુસી જાય છે. રવાપર રોડ પરની ૧૩ સોસાયટીમાં આ રીતે પાણી ભરાયા છે

તો વજેપર રવાપર ગામના સીમાડાના ગાડામાર્ગ કે જે ટિપ્પણમાં સ્પષ્ટ દર્શાવે છે તે રસ્તેથી થતો. પરંતુ શાસ્ત્રીનગર, વિવેકાનંદ, ગોકુલનગરના અગ્રભારે બંને બાજુ એપાર્ટમેન્ટ બન્યા અને જયરાજપાર્ક સોસાયટીના રહીશોએ કમ્પાઉન્ડ વોલ બનાવી ત્યારે દીવાલ નીચે વરસાદી પાણીના નિકાલ માટે સળિયા ગોઠવી આ કુદરતી વરસાદી પાણીનો નિકાલ અત્યાર સુધી થતો પરંતુ આ વર્ષ જયરાજ પાર્કની દીવાલ પાછળ બાંધકામ થતા અને જાહેર ગાડામાર્ગ પર બિન અધિકૃત બાંધકામ કરાતા વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થયો છે.

જેથી આ સમસ્યાનો આખરી નિકાલ નહિ કરવામાં આવે તો ૧૩ સોસાયટીના તમામ ઘરોમાં બેથી પાંચ ફૂટ પાણી ભરાશે અને પરિસ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બનશે અરાજકતા અને અંધાધુંધીનું વાતાવરણ વરસાદી પાણી ભરાવાને કારણે નિર્માણ થશે જેથી આ અંગે યોગ્ય પગલા ભરવા અને પ્રી મોન્સૂન કામગીરી અંગે યોગ્ય કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat