મોરબી અને હળવદની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં બંધારણ દિવસની ઉજવણી

દેશના બંધારણ વિષે બાળકો માહિતગાર થાય અને સંવિધાન પ્રત્યેની સમજ કેળવાય તેવા હેતુથી સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી અને હળવદમાં બંધારણ વિષે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો

જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષાની કચેરીના સંયુકત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી મોરબી અને હળવદમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કરવામાં આવી હતી જેમાં બાળકોને ભારતીય બંધારણના ધડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર વિશે તથા બંધારણ વિશે માહિતી આપવામાં આવી અને આમુખની પ્રતિજ્ઞા લેવડાવી ઉજવણી કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat