



ટંકારાના મીતાણા નજીકના આશ્રમમાં ગત રાત્રીના સમયે છ જેલતા અજાણ્યા ઇસમોએ આશ્રમમાં સુતેલા દંપતી પર હિચકારો હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહીત ૨.૧૦ લાખની લૂંટને અંજામ આપી ફરાર થયા હતા તો પોલીસે બનાવની નોંધ કરી લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીકના દિવ્ય શક્તિ અખંડ જ્યોત આશ્રમ ખાતે ગત રાત્રીના ફરિયાદી અને આશ્રમ માલિક કુંવરબેન દેવજીભાઈ અને તેના પતિ દેવજીભાઈ પટેલ સુતા હતા ત્યારે મધ્ય રાત્રીના સમયે અવાજ થતા ફરિયાદી જાગ્યા હતા અને દરવાજો ખોલતા છ અજાણ્યા ઈસમો તેની સામે ઉભા હતા જેને ફરિયાદીના પતિ દેવજીભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા અને દેવજીભાઈએ બુમો પાડતા આરોપીઓએ તેનું મો દબાવી બંધ કર્યું હતું
અને હોલના કબાટમાં પડેલા ૮૫ હજાર રોકડ તેમજ દેવજીભાઈના પત્ની કુંવરબેને હાથમાં પહેરેલ ચાર તોલાની સોનાની બંગડી કીમત ૧ લાખ અને ગાળામાં પહેરેલ એક તોલાનો ચેન કીમત ૨૫,૦૦૦ મળી કુલ ૨.૧૦ લાખની મત્તાની લૂંટને અંજામ આપી ગણતરીના સમયમાં ફરાર થયા હતા જે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ધોરણસરની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે



