હળવદના કોયબા ગામે જૂથ અથડામણ, ૧૧ સામે ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા જેમાં પાંચને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ૧૧ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા જેમાં પાંચને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ૧૧ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને લઇ બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેમાં પાંચ લોકોને ઇજા પહોંચી પહોચતા તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે મોડી રાતે પોપટભાઈ હેમુભાઇ ચૌહાણએ ગામના ૧૧ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ધોકા અને ધારીયા જેવાં હથીયારો વડે હૂમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મેહુલસીંહ કનકસિંહ ઝાલા, કુલદીપસિંહ કનકસિંહ ઝાલા, જયરાજસિંહ રઘુભા ઝાલા, રઘુભા ખોડુભા ઝાલા, દિગ્વિજયસિંહ રઘુભા ઝાલા, ભૂપતસિંહ સજુબા ઝાલા, સૂર્ય રાજસિંહ ભુપત સિંહ ઝાલા, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, પરાક્રમસિંહ ખોડુભા ઝાલા, બલભદ્રસિંહ સજુબા ઝાલા, શિવમસિંહ બલભદ્રસિંહ ઝાલા રહે. તમામ કોયબા શહિત ૧૧ સામે ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન તેજ કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat