Billboard ad 1150*250

હળવદના કડિયાણા ગામે ડૂબી જવાનો મામલો, એકનો બચાવ,૨ ના મૃતદેહ મળ્યા

0 136
Post ad 1

હળવદના કડિયાણા નજીકની કેનાલમાં આજે સવારના સમયે એક બાળક સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહ્તી મળતા તેને બચાવ માટેની કામગીરી શરુ કરવમાં આવી હતી અને જેમાં બાળકને બચાવી લેવમાં આવ્યો છે જયારે અન્ય બે યુવાનોના મૃતદેહ મળ્યા હતા.  

Post ad 2

બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના કડિયાણા અને માથક ગામે વચ્ચે થી પસાર થતી કેનાલમાં આજે સવારે ત્યાં નજીકની વાડીમાં રેહતા આદિવસી પરીવારના બે દીકરા વિશાલ વિક્રમ નાયક ( ઉ.વ.૮ ) અને તેનો મોટોભાઈ કરણ વિક્રમ નાયક ( ઉ.વ. ૧૯ ) બને ભાઈઓ આજે સવારના સમયે નજીકની મોરબી બ્રાન્ચ કેનાલામાં નાહવા માટે ગયા હતા જેમાં કોઈ કારણોસર બને ભાઈઓ ડૂબવા લાગતા તેમનો પિતરાઈ ભાઈ કિશન લાલચદ નાયક ( ઉ.વ.૧૬ ) વાળો તને બચાવ માટે કેનાલમાં પડ્યો હતો સ્થાનિકોને પણ જાણ થતા તે લોકો પણ તે કેનાલમાં પડ્યા હતા જેમાં વીક્રમ ને બચાવી લેવાયો જયારે અન્ય બે ભાઈઓને બચાવ માટે સ્થાનિક , ટીકરના તરવૈયા ની મદદ લેવામાં આવી હતી તેમજ ઘટનાની જાણ થતા હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિતની ટીમ દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવતા બંને યુવાનોના મૃતદેહ મળીa આવ્યા હતા અને બંનેના મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat