માળીયા: CM પટેલ વવાણીયામાં રામબાઈમાંના પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા, કહ્યું: પ્રાકૃતિક ખેતી જમીન, માનવી અને ગાયોના સંવર્ધન માટે લાભદાયી

આજે માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ પ્રસિદ્ધ રામબાઈમાંની જગ્યા ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે પાટોત્સવ ઉપરાંત નવનિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું પણ ઉદ્ઘાટન CM પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અંગે CM પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાસાયણીક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીએ આપણા જીવનમાં આધ્યાત્મિક ગુરુ તેમની શિક્ષા અને આપણે જીવનમાં આવતી પરિસ્થિતિ અને કઈ રીતે નિવારી આપણા ગુરુ પાસેથી શીખતા હોઈએ છીએ. ત્યારે માળીયાની આ પાવનભૂમિ શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ છે. સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાની ભૂમિ. એક વ્યક્તિ જેની પાસે કશું જ નથી પરંતુ તેને સેવા કરવાની ખૂબ જ ઈચ્છા છે અને સેવા કરવા માટે તે પોતાના સઘન પ્રયત્નો કરી રહ્યા છે અને વ્યક્તિએ બે ટંકનું ભોજન કઈ રીતે લેશો અને આગળ પણ લોકોને કેવી રીતે મદદ કરશો એ વિચાર કર્યો નથી તેમના મનમાં તો માત્ર સેવાનો જ વિચાર છે.આ આવી વ્યક્તિ મળિયાની આ સેવાની આ ભૂમિમાં જ જન્મે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક જ વિચાર હંમેશા રજૂ કરવામાં આવ્યો છે કે દરેક સમાજ પોતાનો વિકાસ કરી શકે અને તે માટે રાજ્ય સરકાર તેમને કઈ રીતે મદદરૂપ થઇ શકે. ત્યારે આજે અહીં જાહેર કરું છું કે આહિર સમાજને જ્યારે પણ જે સ્થળે પણ અને જે જગ્યાએ પણ વિકાસ કરવો હશે કે વસ્તુઓની જરૂર હશે ત્યાં સરકાર હંમેશા આપની સાથે રહેશે. કોઈ સમાજના વિકાસ માટે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા મહત્વપૂર્ણ અંગ છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે ગુજરાતમાં સુરક્ષાના ક્ષેત્રની વાત કરીએ તો ઘણા વર્ષોથી એકદમ શાંતિથી વ્યવસાય વધ્યા છે અને ખેતી પણ વધી છે. જેને પગલે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમણે જ ગતિ ગુજરાતના આગળ વધાર્યો છે એ જ ગતિથી અમે પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ ગુજરાતમાં સુંદર કામગીરી કરવામાં આવી છે કે લોકોને વ્યક્તિને એડ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં ગૌશાળાના લાભાર્થે પણ સરકાર ખૂબ જ સુંદર કામ કરી રહી છે માત્ર ને માત્ર ગૌશાળા માટે સરકારે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનાથી ગૌશાળા અને ગૌમાતા તો સુરક્ષિત થશે જ પરંતુ જમીનનો પણ વિકાસ થશે. રાસાયણિક ખાતરની વાત કરીએ ખાતર ના છટકાવ તે ખેતી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ રહી છે.  પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાસાયણીક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીએ.પ્રાકૃતિક ખેતી જમીન, માનવી અને ગાયોના સંવર્ધન માટે લાભદાયી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,  તમે જ્યાં હશો ત્યાં તમને સ્વાસ્થ્યની સુવિધા મળે એ માટે રાજ્ય સરકારનો અભિગમ છે  માટે આજે 2.48 લાખ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થશે સાથથે ઓક્સિજનના પ્લાન્ટનું લોકાર્પણ પણ આજે થશે.આજે આપણે સૌ સાથે મળીને રામબાઈ માતાજી ના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌની સુખાકારી જળવાઇ રહે અને આપણે આગળ વધીએ આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેખાડેલા માર્ગ પર ચાલીએ. આ ઉપરાંત બ્રિજેશ મેરજા હાલ જે સિંચાઇની કેનલ અંગેની વાત કરી છે આપણે તેમાં સરકાર તેની સાથે સાંજે કાંઈ પણ ખૂટતું હશે તેમાં સહયોગ આપશે. જ્યાં સુધી નરેન્દ્ર ભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોમાં એક પૈસો પણ ખૂટશે નહીં.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મળિયામાં પાણીનો પ્રશ્ન ઉકેલાય ગયો છે. હવે સિંચાઈનો પ્રશ્ન છે. અમારો પાણીદાર ખેડૂતોને પાણી મળે એ જરૂરી છે. ત્યારે હવે માળીયા ગામને પાણી આપતી સિંચાઈ આપતી યોજના મંજુર થઈ ગઈ છે. એટલે 1500 એકર જેટલી સિંચાઈની જમીનને રૂ.38 કરોડને ખર્ચે સિંચાઈની યોજના મંજુર થઈ છે. જેથી ટુંક સમયમાં મોરબીમાં એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં પાણી નહીં હોય

આજે રામબાઈમાંની જગ્યા,વવાણીયા ખાતે પ્રવાસન વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આશરે રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થયેલ ભોજનાલય તથા સભાખંડના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ અને ગૌશાળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ રામબાઈમાંની જગ્યા ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવેલ અતિથિ ભવન-1નું લોકાર્પણ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે,અતિથિભવન-2નું લોકાર્પણ પૂ.કે.મંત્રી તથા આહીર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડાના હસ્તે અને ગૌ શાળાનું લોકાર્પણ રામબાઈમાંની જગ્યા ટ્રસ્ટના ખજાનચી મેણંદભાઈ ડાંગરના હસ્તે કરવામાં આવ્યું હતું.તેમજ સમૂહ પ્રસાદ, વાસ્તુ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું  ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓમાંથી અત્યાર સુધીમાં બાબુભાઇ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી રામબાઈ માતાજીની જગ્યા માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવા માટે અગાઉ આવી ચૂક્યા છે

આજના કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા,જામનગર સાંસદ પૂનમબેન માડમ,રાજકોટ મેયર પ્રદીપભાઈ ડવ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે રાત્રીના પણ સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 9:30 કલાક થી 3:30 કલાક સુધી યોજાશે.જેમાં ગાયક કલાકાર વિજયભાઈ હુંબલ,ગીગાભાઇ આહીર,મનીષભાઈ આહીર,સોનલબેન આહીર તથા નીતાબેન કાપડી હાજર રહેશે.સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે અને સંધ્યા પ્રસાદ સાંજે 7 કલાકે રખાયો છે.તેમજ સાંજે 10 કલાકે ભજન સંતવાણી જેમાં માયાભાઇ આહીર, બાબુભાઇ આહીર અને અપેક્ષાબેન પંડ્યા હાજર રહેશે.

 

Comments
Loading...
WhatsApp chat