મોરબીમાં સીસીટીવી કેમેરાનો વ્યુ ના બદલાવતા કેમેરા તોડી નાખ્યા

મોરબીના શાપર ગામની સીમમાં પવાડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા ૧ માં શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર ૩૭,૩૮ માં યુવાનને કેમેરાનો વ્યુ બદલવા બાબતે બોલાચાલી કરી કેમેરા તોડી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના જેતપર ગામે રહેતા કિશોરભાઈ અમૃતભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દુકાનની બહાર બે સીસીટીવી કેમેરા કીમત રૂ.૧૦,૦૦૦ લગાવેલ હોય જે સીસીટીવી કેમેરાનો વ્યુ બદલવા માટે આરોપી તૈયબભાઈ મિયાણા એ ધમકી આપેલ હોય અને કિશોરભાઈ એ સીસીટીવી કેમેરાનો વ્યુ ન બદલાવતા આરોપી તૈયબભાઈ એ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.