બરવાળા ગામે ભવાઈ કાર્યક્રમમાં ખુંટીયા ઘસી આવ્યા, ૨૦ ને ઈજા પહોંચી

૧૫ થી ૨૦ લોકોને ઈજા થઇ, બેને રાજકોટ ખસેડાયા

મોરબી નજીકના બરવાળા ગામે શનિવારે રાત્રીના સમયે ભવાઈનો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે બે ખુંટીયા બાખડતાં આવી ચડ્યા હતા અને ૨૦ જેટલા લોકોને ઠોકરે ચડાવતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.

મોરબીના બરવાળા ગામે શનિવારે રાત્રીના ભવાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તરગારા રાત્રીના ચાલુ હોય જે દરમિયાન ૧૧ : ૩૦ કલાકના સુમારે ગામમાંથી બે ખુંટીયા બાખડતાં કાર્યક્રમ સ્થળે ધસી આવ્યા હતા અને મહિલાઓ જ્યાં બેસીને કાર્યક્રમ માણી રહી હતી ત્યાંથી પસાર થતા અનેક મહિલાઓને હડફેટે લીધી હતી જે બનાવમાં ૧૫ થી ૨૦ જેટલા લોકો ઘવાયા હતા

જેમાં એક મહિલા અને પુરુષની હાલત નાજુક હોવાથી તેણે રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જયારે અન્ય ઈજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બરવાળા ગામે ખુંટીયાઓનો ત્રાસ અગાઉ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર એકાદ માસ પૂર્વે એક વૃદ્ધાને ખુંટીયાએ અડફેટે લેતા વૃદ્ધાનો હાથ ભાંગી નાખ્યો હતો અને અવારનવાર ખુંટીયાના ત્રાસથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે

ગત રાત્રીના કાર્યક્રમ માણી રહેલા લોકો સાથે આ દુર્ઘટના સર્જાતા કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી અને ખુંટીયા ઘસી આવતા નાસભાગ મચી હતી અને રંગમાં ભંગ પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat