


હળવદના ઈંગોરાળા ગામની સીમમાં આવેલ માળિયા બ્રાંચ કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં નર્મદા કેનાલ માળિયા બ્રાંચ કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો મૃતદેહ તરતા તરતા સ્નાઈપર પાસે પાણીની કેનાલમાંથી મળી આવ્યો હતો મૃતક અંદાજે ૪૫ થી ૫૦ વર્ષના અજાણ્યા પુરુષ હોવાનું જાણવા મળ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

