મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં બે માળના મકાનમાં ધાબા પરથી પડી જતા વૃદ્ધનું મોત

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનના ધાબા પરથી પડી જતા ગંભીર ઈજા પહોચતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના શકત રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નંબર એમ ૭૩૨ માં રહેતા 50 વર્ષીય ડાયાભાઈ દલાભાઈ ચૌહાણ તા.૦૯ ના રોજ ૦૯:૩૦ વાગ્યા પહેલા પોતાના બે માળના મકાનના ઘાબા ઉપરથી પડી જતા તેમના માથામાં તથા શરીરે ગંભીર ઈજાઑ પહોચી હતી. જેના કારણે તેમનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat