મોરબીના ઘુટુ ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માત, ૩ લોકો ઘવાયા

 

 

મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક સહિત ૩ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આથી રીક્ષાચાલકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે કારચાલક સામે અકસ્માતનું ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગે મળતી વિગત મુજબ  રીક્ષા ચાલક રઘુભાઇ ખુમાનભાઇ પઢીયારે પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે પોતની રીક્ષા નંબર GJ-36-U-6018 વાળીમા જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીકના કારખાના પાસેથી બે પેસેન્જરને બેસાડી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામથી આગળ જતા હતા ત્યારે નેકસોન સીરામીક કારખાનાની નજીક પહોચતા હળવદ તરફથી એક સ્વીફટ કાર નંબર GJ-36-AC-1345 નો ચાલક આરોપીએ રઘુભાઇની રીક્ષા સાથે એકસીડન્ટ કરી રીક્ષા પલ્ટી ખવડાવી દીધી હતી. જેથી રઘુભાઇને ફેકચર જેવી ઈજા થઇ હતી તથા રીક્ષામા પાછળ બેઠેલ પેસેન્જર બબલુભાઇને પણ  અને અન્ય પેસેન્જર બિરજબાન ભાઇને પણ ઇજા પહોચાડી આરોપી કાર સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat