મોરબી: ‘તુ મને ઓળખે છે’ કહી મોલના કર્મચારીને ફડાકા ઝીંકી દીધા

 

મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રીલાઇન્સ માર્ટમાં નજીવી બાબતે યુવકને ‘તુ મને ઓળખે છે’ કહી ઇસમે ફડાકા ઝીંકી દીધા હતા.આ મામલે વેપારીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દખલ કરી છે.

મળતી વિગત મુજબ શનાળા રોડ સ્કાયમોલમાં આવેલ રીલાઇન્સ માર્ટ નામના મોલમાં નોકરી કરતા નરેન્દ્રભાઇ દિનેશભાઇ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ કાઉન્ટર ઉપર કામ કરતા હતા ત્યારે આરોપીએ રૂમ સ્પ્રે અંગે પ્રાઇઝ પુછતા તે સમયે મોલમાં વધુ કસ્ટમર હોય જેથી નરેન્દ્રભાઇએ આરોપીને થોડી રાહ જોવાનુ કહ્યું હતું. જે સારૂ નહી લાગતા જેથી આરોપી  એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથમાં રહેલ રૂમ સ્પ્રે નો  સીધો ટેબલ પર  ઘા કરી અને  નરેન્દ્રભાઇને ગાળૉ ભાંડી હતી, જેથી નરેન્દ્રભાઈએ પ્રતિકાર કરતા આરોપીએ નરેન્દ્રભાઇના જમણા ગાલ પર બે ત્રણ ફડાકા ઝીકી દીધા હતા અને કહ્યું હતું કે,’હું કોણ છું તુ મને ઓળખે છે,તુ બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે.’  તેવી નરેન્દ્રભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat