હળવદના ટીકર ગામે અગરિયા હિત રક્ષક મંચ આયોજિત અગરિયા સંમેલન યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અગરીયા હિત રક્ષક મંચ અગરિયા સમાજના વિકાસ માટે કાર્યરત છે. અગરિયા સમાજમાંથી આગેવાની ઉભી થાય અને તેઓ તેમના ઉજવળ ભવિષ્ય માટે પહેલ કરે તે હેતુથી મંચ અનેક વખત કાર્યક્રમોનું આયોજન કરે છે. 15 વર્ષના અનુભવના અંતે અગરિયાના પ્રાણ પ્રશ્નો છે. જેના ઉકેલ માટે સૌ સાથે મળી સહિયારા પ્રયત્નોથી નિરાકરણ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેથી આ કાર્યક્રમમાં પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 13 તારીખે બપોરે 2થી 5 સુધી યોજાશે. જેમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.

આ કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત ગીતથી કરવામાં આવશે. કાર્યક્રમમાં પધારનાર તમામ અતિથિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ મુખ્ય અતિથિનું પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવશે. જે બાદ અગરિયા સમજના સળગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે અને અગરિયાના આગેવાનોનાં પ્રતિભાવ જાણવામાં આવશે. કાર્યક્રમના અંતમાં આભાર વિધી કરવામાં આવશે. મહત્વનું છે કે આ કાર્યક્રમ હળવદના ટીકર(રણ) માધ્યમિક હાઈસ્કુલમાં યોજાશે. તો કાર્યક્રમમાં પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat