


મોરબીના જેલ રોડ પાછળ લુવાણા શેરીમાંથી એકટીવાની ચોરી થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી જીતેન્દ્રભાઇ ત્રંબકલાલ કોટકએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે કે ફરિયાદીનું સફેદ કલરનું એકટીવા જેના નંબર GJ 03-FG-2588 કુ રૂ ૩૫ હજાર વાળું જેલ રોડ પાછળ લુવાણા શેરી નં.૨ ફરીયાદીના ઘર પાસે રાખેલ હોય રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઇસમ એ ચોરી કરી લઇ ગયો હતો. ફરિયાદ નોંધાતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

