મોરબીના લીલાપર રોડ પર કલરના છાંટા એકટીવામાં ઉડતા યુવાનને માર માર્યો

 

મોરબીના લીલાપર રોડ પર નીલકમલ સોસાયટીમાં કલર કામ ચાલુ હોય દરમિયાન કલરના છાંટા એકટીવામાં ઉડતા બે શખ્સોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

 

 

મોરબીના નીલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઈ ખેંગારભાઈ સોલંકી એ મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી નરેશભાઈના ઘરનું કલર કામ ચાલુ હોય જે કલરના છાંટા અજયભાઈના એકટીવામાં ઉડેલ હોય જે બાબતે અજયભાઈ એ આરોપી નરેશભાઈ સાથે વાત કરતા આરોપી નરેશભાઈ એ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટુંનો માર મારી તથા એક અજાણ્યા ઇસમે માથામાં કડિયા કામ ના ચુનાડાના બે ધા મારી ચારેક ટાંકા ની ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

 

Leave A Reply

Your email address will not be published.