


મોરબીમાં યુવાન પોતાનાં બાઈક પર લગ્ન પ્રસંગમાંથી ભાઈ સાથે ઘરે પરત ફરતો હોય ત્યારે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ફેકચર સહીત નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
બનાવની વિગતો અનુસાર ફરિયાદી જગમલભાઇ ધીરૂભાઇ દેગામા ઉ વ-૧૯ વાળો પોતાનાં ભાઈ સાથે બાઈક પર લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતો હોય, ભડીયાદ રોડ ઉપર અનુપમ સોસાયટીના નાકા પાસે મારૂતી સ્વીફ્ટ કાર નં-GJ-36-R-7265 વાળીના ચાલકે બાઈકને હડફેટે લેતા ફરિયાદીને કમરના ભાગે ફેકચર સહીત નાની મોટી ઇજાઓ થઇ હતી. ફરિયાદ નોંધાતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

