મોરબીના લખધીરપુર રોડ પર વીજ વાયર રિપેર કરતા યુવકનું નીચે પટકાતા મોત

 

 

મોરબીનાં લખધીરપુર રોડ પર ઇલેક્ટ્રિક વાયર રિપેરિંગની કામગીરી દરમિયાન એક ૨૪ વર્ષીય શ્રમિક યુવક હાઇડ્રોલિક ટ્રેક્ટર પરથી નીચે પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

બનાવની વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહી મજૂરી કરતો કૈલાશ બાબુસિંહ રાવત (ઉં.વ. ૨૪) લખધીરપુર રોડ પર આવેલ ફ્રેમ સિરામિક પાસે હાઇડ્રોલિક ટ્રેક્ટર પર ચડીને ઇલેક્ટ્રિક વાયર રિપેર કરી રહ્યો હતો. આ કામગીરી દરમિયાન અચાનક સંતુલન બગડતા તે ઊંચાઈ પરથી નીચે જમીન પર પટકાયો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.