


વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરના ધાબા પરથી પડી જતા ૨૨ વર્ષીય યુવાનનું મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ દુરેજા સિરામિકમાં રહીને કામ કરતા સંદીપભાઈ (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૨૩ ના રોજ લેબર કોલોનીના ધાબા પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી યુવાને અકસ્માતે પડી ગયો કે બનાવ આપઘાતનો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે તેમજ મૃતકનું પૂરું નામ અને સરનામું જાણવા મળ્યું નથી જેથી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

