


મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી એલસીબી ટીમે રીક્ષામાં ૨૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને રૂ ૧ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામ નજીકથી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૪૩૫૦ વાળીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને રીક્ષા સહીત ૧ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી સલીમ કાદર શેખ રહે કુલીનગર વિસીપરા મોરબી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી રજીયાબેન અસગરભાઈ સેડાત, હનીફાબેન હુશેનભાઈ સેડાત રહે બંને વિસીપરા મોરબી અને દેશી દારૂ ભરી આપનાર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

