મોરબીના જેતપર રોડ પર ડમ્પરે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

 

મોરબીના જેતપર રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ રોડ પર હરિઓમ પાર્ક સોસાયટીમાં બેચરભાઈ કાનજીભાઈ રાજપરા (ઉ.૩૨) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કૌટુંબિકભાઈ નરેન્દ્રભાઈ ઇસ્વરભાઈ રાજપરા (ઉ.૪૬) પોતાનું મોટર સાઇકલ જીજે ૩૬ સી ૯૭૩૩ લઈને પોતાના ઘરેથી એબીસી સિરામિક ખાતે જતા હોય દરમિયાન જેતપર રોડ પર સનફેમ સિરામિક નજીક ડમ્પર જીજે ૩૬ ટી ૭૦૭૩ ના ચાલકે તેનું ડમ્પર પુર ઝડપે ચલાવીને નરેન્દ્રભાઈને હડફેટે લઇ અકસ્માત કરી ડમ્પરના ખાલી સાઈડના પાછળના ટાયરનો જોટો માથે ફેરવી દઈ શરીરે ઈજા પહોચાડી ડમ્પર મૂકી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.