મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની શોભાયાત્રામાં સેવાના દર્શન: ઠાકોર સેના દ્વારા ઠંડા પીણાનું વિતરણ

 

​મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા આયોજિત  સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. મોરબી શહેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા શોભાયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં સેંકડો લોકોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો, જે સમાજની એકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સેવાકાર્યને સફળ બનાવવા રાજુભાઈ ચાઇનીઝ, મોરબી શહેર ઉપપ્રમુખ મનીષભાઈ ઠાકોર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

Leave A Reply

Your email address will not be published.