

મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલયમાં અભ્યાસ કરતા ધોરણ ૧૨ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થીના પિતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
જેમાં ફરિયાદી હુશેનભાઇ અબ્બાસભાઇ વેગડીએ નિલકંઠ સ્કુલના શિક્ષક ગૌતમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૭ ના રોજ બપોરના પોણા એક વાગ્યે તેઓ તેમની દુકાને હતા ત્યારે ધોરણ ૧૨માં અભ્યાસ કરતો તેમનો દીકરો દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, તે શાળાએ પ્રથમ પીરીયડમાં પાછળની બેન્ચોમાં બેઠો હતો ત્યારે ગૌતમ સાહેબનો પીરીયડ હતો તેમણે વિદ્યાર્થીને આગળની બેંન્ચમાં બેસાડયો હતો. જેથી વિદ્યાર્થી તે પીરીયડમાં આગળની બેન્ચમાં બેસી ગયો. જે બાદ અન્ય શિક્ષકોના પીરીયડ આવતા વિદ્યાર્થીના પગ બરાબર આગળની બેંચમાં રહેતા ન હતા.જેથી વિદ્યાર્થી પાછળની બેંચમાં બેસી ગયો.જેમાં માર માર્યો હતો જેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો હાલ વિદ્યાર્થી સારવાર હેઠળ છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

