મોરબીની પોસ્ટ ઓફિસમાં મંગળવારે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાશે 

 

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે તા. ૨૮ ને મંગળવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં આવનારને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે

0 થી 10 વર્ષ સુધીની કન્યાનું ખાતું ખોલી આપવામાં આવશે જે ખાતું ખોલાવવા માટે કન્યાનો જન્મ તારીખનો દાખલો, માતા-અથવા પિતા નો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાના રહેશે

Comments
Loading...
WhatsApp chat