મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના ૩૩ કેસ નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે અને કેસોમાં પણ વધારો જોવા મળે છે આજે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં નવા ૩૩ કેસ નોંધાયા છે જયારે ૦૮ દર્દી ડીસ્ચાર્જ થયાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૫ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૩ અને માળિયા તાલુકાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૩ કેસ નોંધાયા છે જયારે ૦૮ દર્દી સ્વસ્થ થયા છે

નવા ૩૩ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૭૫૩ થયો છે જેમાં ૨૪૬ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૨૭૮ દર્દીઓ સ્વસ્થ થયા છે

Leave A Reply

Your email address will not be published.