મોરબીના શિક્ષક રાજ્યકક્ષાની સંસ્કૃતની બે સ્પર્ધામાં ઉતીર્ણ થતા શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

 

સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા  સંસ્કૃત ભાષાના વિકાસ માટે ગુજરાત સરકારના સહકારથી ગુજરાત રાજ્યમાં योजनापञ्चकम् કાર્યરત થઈ છે, જે અંતર્ગત સંપૂર્ણ ગીતા યાદ કરનાર ( 700 શ્લોક ) વ્યક્તિને રાજ્ય સ્તરે સમીક્ષા બાદ  गीताभूषणः તેમજ આપણા પ્રાચીન વારસાના અંગભૂત એવા શત ( ૧૦૦ ) સુભાષિત યાદ કરનારને તાલુકા,જિલ્લા તેમજ રાજ્યસ્તરે સમીક્ષા બાદ शतसुभाषितपण्डितः એવોર્ડ આપવામાં આવે છે, આ વર્ષથી શરૂ થયેલ આ સ્પર્ધાઓમાં રાજ્યમાંથી ૧૦૦ થી વધારે વ્યક્તિઓની પસંદગી થઈ હતી, જેમાં મોરબી જિલ્લામાંથી ધી. વી. સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે માધ્યમિક વિભાગમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ખાંડેકા કે જેઓએ બન્ને સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બન્નેમાં ઉત્તીર્ણ થયા હતા

 

તેઓનું લોકભવન ગાંધીનગર મુકામે આદરણીય શિક્ષણમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે गीताभूषणः તેમજ शतसुभाषितपण्डितः એમ બન્ને ઉપાધિથી સન્માન કરવામાં આવ્યું હતું. આનંદ અને ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજ્યમાંથી માત્ર પાંચ વ્યક્તિઓને જ આ બન્ને એવોર્ડ મળ્યો છે, જેમાંથી ધવલભાઈ પણ એક છે, સાથે જ તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ગીતા યાદ કરનાર એવા બે વિદ્યાર્થીઓ ભટ્ટ જીગર સંજયભાઈ તેમજ ચૌહાણ ચંદન વનરાજસિંહનું પણ રાજ્યકક્ષાએ સન્માન થયું તે પણ સોનામાં સુગંધ ભળ્યા સમાન કહી શકાય, સાથે જ આચાર્યશ્રી ડૉ.ભદ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેઓએ સંસ્કૃત બોર્ડની संस्कृतकक्षः યોજનામાં સક્રિયતા દાખવતા, તે યોજનાનુસાર પણ શાળાની રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે તેમજ શાળાને સંસ્કૃત કક્ષ બનાવવા માટે આશરે 50,000 નું અનુદાન મળનાર છે. આ તબક્કે ધવલભાઈ ખાંડેકાની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સમગ્ર ધી.વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ મોરબીનો સ્ટાફ ગૌરવની લાગણી અનુભવે છે, તેમજ ધવલભાઈને શુભકામનાઓ પાઠવે છે.

 

Leave A Reply

Your email address will not be published.