ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈ વકીલ વર્ગમાં ઉત્સાહ

 

ગુજરાત બાર કાઉન્સિલની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વકીલ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. “નવી સોચ, નવી ઉમંગ – આ વખતે વકીલોની જીત”ના સૂત્ર સાથે ઉમેદવાર તરીકે એડવોકેટ જયદીપ બી. પંચોટીયા (પટેલ) મેદાનમાં ઉતર્યા છે.

 

તેમનો મુખ્ય સંકલ્પ વકીલોને થતા પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે કાર્ય કરવાનો છે. તેઓ વકીલ કલ્યાણ, વ્યવસાયિક સુવિધાઓમાં સુધારો તેમજ ન્યાયિક પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે. ચૂંટણીમાં જયદીપ બી. પંચોટીયાને સિરિયલ નંબર 50 ફાળવવામાં આવ્યો છે અને મતદારોને તેમને પ્રથમ પસંદગી (Preference 1) આપવાની અપીલ કરવામાં આવી છે.

 

આ ચૂંટણી 03 માર્ચ 2026ના રોજ યોજાનાર છે. વકીલ વર્ગમાં યુવા નેતૃત્વ અને નવી દિશા માટે તેમના ઉમેદવારીને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Leave A Reply

Your email address will not be published.