મોરબીમાં કુલ્ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, તમામ તૈયારીઓ પૂર્ણ

 

કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે બોર્ડની પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પહેલા યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી કેબિનેટ પ્રદ્યુમ્ન વાઝાને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ  કેટલાક જિલ્લાઓના રિવ્યૂ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે ને સુચારૂ સંચાલન માટે તાકીદ કરી હતી

 

જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ કુલ 17 કેન્દ્રો 85 બિલ્ડિંગને 803 બ્લોકમાં 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વગેરે આંકડાકીય વિગત આપી હતી. ઝોનલ અધિકારી ધો 12  ભાવેશ ભાલોડિયા ને ધો 10 ના શૈલેષ મેંરઝા એ સીસીટીવી સહિત તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે એની માહિતી આપી હતી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓને વાલીઓને થોડા વહેલા નિકળવાનીને બસમાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

 

જિલ્લા પોલીસ અધિક્ષક વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસનૉ સંપર્ક કરવાનીને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી ને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. આર.એ.સી ખાચર સરે  માળિયાના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે બસ વ્યવસ્થા ગોઠવવા એસ. ટી તંત્ર ને  અવિરત વીજ પૂરવઠા માટે વીજ તંત્રને સૂચના આપી હતી ઇ. આઈ ધર્મિષ્ઠાબેન કડીવારને હિતેશ સરડવાએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી

Leave A Reply

Your email address will not be published.