મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૧૦ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ગંગા સ્વરૂપ મહિલા સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. ૨૨-૦૨-૨૬ ને રવિવારે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાનાર દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના ઘરેણા સહીતની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે

 

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા છેલ્લા નવ વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓ માટે માટે સમૂહ લગ્ન યોજાશે દરેક દીકરીને અંદાજે ૧ લાખની કિમતની ઘરવખરીનો સામાન, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપ શણગારના સાધનો આપવામાં આવશે આગામી તા. ૨૨ ફેબ્રુઆરીને રવિવારે દશમો સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

સમૂહ લગ્નમાં જોડાવવા માટે વર કન્યાના ૨ ફોટો, બંનેના જન્મ તારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતાપિતા તથા બ્રાહ્મણનું આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, ચુંટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેંક પાસબૂક ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ આપવાના રહશે

 

સમૂહ લગ્નમાં જોડાવવા માટે મહંત શ્રી બાબુભાઈ સાંઈ મંદિર મો ૯૯૦૯૨ ૧૫૭૫૫, લા. ટી સી ફૂલતરીયા મો ૮૮૪૯૯ ૪૮૯૨૫ , બાલુભાઈ કડીવાર મો ૯૯૭૯૮ ૯૧૨૧૭ અને રણછોડભાઈ કૈલા મો ૯૮૨૫૮ ૦૮૨૮૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે ફોર્મ મેળવવા અને પરત આપવાનું સ્થળ મહંત બાબુભાઈ, સાંઈ મંદિર, રણછોડનગર મોરબી છે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨-૦૧-૨૬ છે તેમ ચંદ્રકાન્તભાઈ દફતરીની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.