

મોરબી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની ૧૦ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લાના તમામ ગ્રામ પંચાયતમાં રહેતા લાભાર્થીને ૨૫૦૦ આંબાના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે
NRLM યોજના અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના પરિવારના સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક અને તાજા શાકભાજી મળી રહે તેમજ આર્થિક રીતે મદદ થાય તેવા હેતુથી પોતાના ઘર આંગણે કે ફળિયામાં કિચન ગાર્ડન કરી સકે તેવા હેતુથી કિચન ગાર્ડનની કુલ ૧૦૦૦ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે
મનરેગા યોજના હેઠળ કુલ ૪૭૦ જેટલા આંબાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વનીકરણ હેતુથી જીલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતમાં વધુ ૨૦૦૦ આંબાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે જીલ્લામાં કુલ ૫૦૦૦ આંબાના છોડનું વિતરણ કર્યું છે






