મોરબી જિલ્લામાં શહીદોની સ્મૃતિમાં જિલ્લા કલેકટર સહિતનાઓએ બે મિનિટનું મૌન પાળ્યું

 

 

 

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું.

 

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા કલેકટર કે. બી.ઝવેરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જેટકો કચેરી, મોરબી સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ સવારના ૧૧:૦૦ કલાકના બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ આ તકે આપણા મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

 

Leave A Reply

Your email address will not be published.