મોરબીમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી યુવાનને ધમકી આપી

 

મોરબીમાં અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખીને યુવાનને ફોન પર ગાળો આપી ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

 

મોરબીના શનાળા રોડ પર ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી વિશાલ ઉર્ફે વિશલો વેલાભાઇ રબારી વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી દેવકુમારને ફરિયાદ પાછી ખેચી લેવા માટે આરોપી વિશાલે ફોન કરી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.