

પરષોતમ રૂપાલાએ કરેલ ટીપ્પણી મામલે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને સમાધાનના પ્રયાસો છતાં હજુ મામલો થાળે પડ્યો નથી ત્યારે મોરબીમાં ક્ષત્રીય સમાજના યુવાનોએ ભાજપ અને પરષોતમ રૂપાલાના બેનરો હટાવ્યા હતા
પરષોત્તમ રૂપાલાએ કરેલ ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હતો પરંતુ તેમની ટીકીટ રદ ના થતા હવે આ વિરોધ ભાજપ અને તમામ ઉમેદવારોનો પણ થઈ રહ્યો છે ત્યારે મોરબીમાં યુવાનો દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી મંજૂરી વગરના બેનરો હટાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજ તમામ મોરચે ભાજપનાં ઉમેદવારને હરાવવા માટે તૈયાર છે અને તમામ પ્રકારએ ચૂંટણીમાં ભાજપ પરિણામો ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે



