

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રોટરી ક્લબ ઓફ હળવદ / સમસ્ત યુવા ગ્રુપ તથા વિશ્વ હિન્દુ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં હળવદના તમામ જ્ઞાતિ ધર્મના યુવાન ભાઈઓ તથા બહેનો તથા વડીલોએ સ્વૈચ્છિક રીતે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કુલ ૧૧૫ લોકોએ રક્તદાન કરી અને માનવજીવનની જિંદગી બચાવવામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા , દિપક દાસજી મહારાજ, મામલતદાર વી કે સોલંકી સાહેબ , ભાવેશભાઈ ઠક્કર , સંદીપભાઈ પટેલ, ડો કકૌશલ પટેલ તથા સર્વે આગેવાન ઓ એ હાજરી આપી અને રક્તદાતાઓ નો ઉત્સાહ વધારેલ
આ સ્વૈચ્છિક રક્તદાન શિબિર ને રોટરી ક્લબ ઓફ હળવદ / સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ ના સર્વે કાર્યકર્તાઓએ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પ માં લક્ષમણભાઈ ખીમજીભાઈ એરવાડિયા હસ્તે યોગેશભાઈ એરવાડિયા એ મુખ્ય આર્થિક સહયોગ આપ્યો હતો,



