



મોરબી પંથકમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં મોરબી શહેરમાં વધુ બે અકસ્માતમાં બે યુવાન ઈજાગ્રસ્ત થતા તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મોરબીના શનાળા રોડ પર વાડીમાં રહેતા રાજાભાઈ નારણભાઈ ડાભી સવારના સુમારે ઉમિયા સર્કલ નજીકથી સાયકલ પર જતા હતા ત્યારે સ્વીફ્ટ કાર નં જીજે ૧૪ ઈ ૩૫૭૦ ના ચાલકે તેણે ઠોકર મારતા રાજાભાઈને માથાને ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ તેમજ સુપર માર્કેટ નજીક ફોરવ્હીલના ચાલકે રિક્ષાને ઠોકર મારતા રીક્ષાસવાર સંજય ભગવાનજીભાઈ સનારીયાને પગમાં ફેકચર જેવી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે બંને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.



